વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેરના ઓળ ગામની સીમમાં આવેલ એક વાડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી દેશી દારૂ, આથો સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક આરોપી હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ઓળ ગામથી શિવપુર જવાના રસ્તે આવેલ આરોપી હર્ષદભાઈ જગાભાઈ વિંઝવાડિયાની વાડીમાં દરોડો પાડી 800 લીટર ઠંડો આથો, 90 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. 6000ના મુદ્દામાલ સાથે આરોપી હર્ષદભાઈની ધરપકડ કરી હતી….
પોલીસના આ દરોડા દરમિયાન અન્ય આરોપી વરસિંગ જગાભાઈ વિંઝવાડિયા હાજર નહિ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU