વાંકાનેર શહેર નજીક નવાપરા પાસે હાઇવે પર પેટ્રોલ પંપની સામેથી પસાર થતા એક બાઇક ચાલકએ રાત્રીના બાઇપ પરથી કાબુ ગુમાવતા બાઇક ડિવાઇડર તથા થાંભલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતુ, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પાસે રહેતા મેરૂભાઇ મુકેશભાઈ બાંભણીયા (ઉ.વ. ૩૧) ગતરાત્રીના પોતાનું બાઇક લઇને ભાયાતી જાંબુડીયા ગામની બોર્ડ પાસે ટ્રકમાં ગ્રીસ કરવા મજુરીએ ગયો હોય, જ્યાંથી પરત ફરતી વેળાએ નવાપરા પાસે હાઇવે પર પેટ્રોલ પંપ સામે તેણે પોતાના બાઇક નં. GJ 38 AJ 3979 પરથી કાબુ ગુમાવતા બાઇક રોડ પર ડિવાઇડર તથા થાંભલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકને સંતાનમાં બે દીકરી અને એક દિકરો હોય, જેથી તેના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf
