વાંકાનેર શહેર નજીક આવેલ નર્સરી ચોકડી નજીક સર્વિસ રોડના ડીવાઈડર ઉપર દેશી દારૂ ભરેલી છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતા રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ હતી, જેમાં રીક્ષા ચાલક રીક્ષા સ્થળ પર રેઢી મૂકી નાસી જતા પોલીસે રીક્ષા સહિતનો મુદામાલ કબ્જે કરી, નાસી ગયેલ નંબર પ્લેટ વગરની રીક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નર્સરી ચોકડી પાસે સર્વિસ રોડના ડીવાઈડર પર દેશી દારૂ ભરેલી છકડો રીક્ષા પલ્ટી ખાઇ રોડ પર દારૂની રેલમછેલ થઇ હતી, જેમાં નંબર પ્લેટ વગરની રીક્ષાનો ચાલક રીક્ષા સ્થળ પર રેઢી મૂકી નાસી ગયો હતો, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે સ્થળ પરથી 150 લીટર દેશી દારૂ અને 30 હજારની કિંમતની છકડો રીક્ષા સાથે કુલ 33,000નો મુદામાલ કબ્જે કરી અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ચેસીસ નંબરને આધારે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf