વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના નવા રાજાવડલા ગામે રામાપીરના મંદિર વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે પુરુષ અને બે મહિલાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમએ ચોક્કસ ખાનગી બાતમીને આધારે નવા રાજાવડલા રામાપીરના મંદીરવાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). ભરતભાઇ અમૃતભાઇ ચાવડા, ૨). કીશોરભાઇ નરસીંગભાઇ ડેડાણીયા, ૩). ડાઈબેન દાડમસીંગ સોલંકી, અને ૪). કીરણબેન રમેશભાઈ છત્રોટીયાને રોકડ રકમ રૂ. 12,900 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!