વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ અનુસંધાને હડતાલ શરૂ કરવામાં આવી હોય, જેમાં ગઈકાલે સફાઈ કર્મચારીઓ દ્વારા વાંકાનેર શહેરના માર્ગો પર રહેલી યોજી અને પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા સુત્રોચ્ચાર કર્યા હતા….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા લઘુત્તમ વેતન, હંગામી કર્મચારીઓને કાયમ કરવા, સમય મર્યાદા મુજબ કામ કરાવવા, કોન્ટ્રાકટર સિસ્ટમ બંધ કરવી, નવા સફાઇ કર્મચારીઓની ભરતી કરવા સહિતની માંગણીઓ સાથે હડતાલ શરૂ કરવામાં આવી હોય, જેમાં ગઈકાલે સફાઈ કર્મચારીઓ દ્વારા રેલી યોજી અને નગરપાલિકા વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ પૂરી કરવા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ તકે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા, અરવિંદભાઈ આંબલીયા, નાથાભાઈ ગોરિયા, ફારૂકભાઈ કડીવાર સહિતની કોંગ્રેસ ટીમ પણ સફાઇ કર્મચારીઓના સહયોગમાં આવી અને રેલીમાં જોડાયા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf