વાંકાનેર તાલુકાના સિરામિક ઇન્ડસ્ટ્રીઝના હબ એવા માટેલ-ઢુવા રોડ પર આવેલ કારખાનામાં કામ કરતાં એક શ્રમિક યુવાન ઉંચાઇ પરથી નીચે પડી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ ઇટકોસ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રાજેશકુમાર હુલસી વર્મા નામનો યુવાન કારખાનામાં ઉંચાઈ પર કામ કરતો હોય દરમ્યાન ત્યાંથી નીચે પડી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો, જ્યા સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV