વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં લાકડાના બળતણનો ધોકો ફટકારી લીધા બાદ પત્ની બેભાન થઇને ઢળી પડતા તેનું મોત થયું હતું, જ્યારે ગભરાઈ ગયેલા પતિએ પોતાની જાતે ગળના ભાગે છરી મારી લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે વાંકાનેર ખાતે હોસ્પિટલમાં ખસેડાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ ઉપર આવેલ બ્રાવેટ ગ્રેનીટો સિરામિક કારખાનામાં કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામના વતની ભાવેશભાઈ હર્ષદભાઇ મકવાણા અને તેમના પત્ની હંસાબેન ભાવેશભાઇ મકવાણા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા અન્ય કામદારોએ સિરામિક ફેકટરીના સંચાલકોને જાણ કરતા ફેકટરીના ભાગીદાર દીલીપભાઇ ઉર્ફે દિપકભાઇ ભીમજીભાઇ મેરજા સહિતના લોકો લેબર કોલીનીમાં દોડી ગયા હતા…
જેમાં લેબર કોલોનીમાં ભાવેશભાઈ મકવાણાના રૂમમાં જોતા તેમના પત્ની હંસાબેન ભાવેશભાઇ મકવાણા બેભાન હાલતમાં જમીન ઉપર ઢળી પડેલ હોય અને ભાવેશભાઈને પણ ગળામાંથી લોહી નીકળતું હતું. આ બનાવ અંગે કારખાનેદારે ભાવેશભાઈને પૂછતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હોવાનું અને ભાવેશભાઈએ તેની પત્નીને લાકડાનું બળતણ ફટકારી દીધાનું જણાવી બાદમાં પોતે પણ પોતાની જાતે ગળાના ભાગે છરી મારી દીધેલ હોવાનું જણાવતા કારખાનેદારે પોલીસ અને 108ને જાણ કરી હતી અને હંસાબેનને હોસ્પિટલના તબીબએ મૃત જાહેર કર્યા હતા…
બીજી તરફ ભાવેશભાઈ હર્ષદભાઇ મકવાણા અને તેમના પત્ની હંસાબેન ભાવેશભાઇ મકવાણાએ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હોય બનાવ અંગે ફેકટરીના ભાગીદારે બન્નેના પરિવારને જાણ કરવા છતાં એકપણ પરિવારના સભ્યો ન આવતા હત્યાના આ બનાવ અંગે ખુદ ફેકટરીના ભાગીદાર દીલીપભાઇ ઉર્ફે દિપકભાઇ ભીમજીભાઇ મેરજાએ હત્યાના આ બનાવમાં આરોપી ભાવેશ હર્ષદભાઇ મકવાણા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ અનુસંધાને આરોપી સામે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf