વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે રહેતા આધેડે ગામની સીમમાં આવેલ ખેતીની જમીન ખરીદી કરી હોય જે જમીન આરોપીને ખરીદવી હોય, જેથી આ બાબતનો ખાર રાખી ફરિયાદીને રસ્તામાં રોકી બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બાબતે યુવાને બે શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે રહેતા અને બેલાની ખાણ ચલાવતા દિનેશભાઇ અમરશીભાઇ બાંભણીયાએ મહીકા ગામે આવેલી ખેતીની જમીન ખરીદ કરી હોય, જેમાં આ જમીન મહીકા ગામના જ નજરૂદીન ઉર્ફે નજો ગનીભાઇ બાદીને પણ ખરીદવી હોય જેથી ફરિયાદી દિનેશભાઇએ આ જમીન ખરીદ કરતા નજરૂદીનને સારૂ ન લાગતાં બાબતે ગઈકાલે ફરિયાદી દિનેશભાઇ પોતાનું બાઈક લઈને જતા હોય ત્યારે મહીકા-કાનપર રોડ પર તબેલાથી આગળ મરઘા કેન્દ્ર પાસે કારમાં ધસી આવેલા નજરૂદીન ઉર્ફે નજો ગનીભાઇ બાદી અને એક અજાણ્યા શખ્સે દિનેશભાઈનું બાઈક રસ્તામાં રોકાવી ‘ મારા જમીનના સોદામાં વચ્ચે આવીશ તો પતાવી દઈશ ? ‘ તેવી ધમકી આપી લાકડાના ધોકા વડે હુમલો કરી માર મારતાં બાબતે ફરિયાદીએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf
