વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ખેત શ્રમિક પરણિત યુવાનને તેની પત્નીએ દારૂ પીવાની ના પાડતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહી ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની બબલુ ધુલસિંહ ધારવા (ઉ.વ. 28) નામના યુવાનને તેની પત્નીએ દારૂ પીવાની ના પાડતા યુવાનને મનમાં લાગી આવતાં તેણે વાડીએ ખડમાં છાંટવાની દવા ગટગટાવી લીધી હતી, જેથી તેને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યું નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV