વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ લીંબાળાની ધાર, બજરંગ હોટલ પાસે દરોડો પાડી 78 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડી બંને આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના હેડ કો. હરપાલસિંહ પરમાર તથા કો. કૃષ્ણરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેર નજીક આવેલ લીંબાળાની ધાર નજીક બજરંગ હોટલ પાસેથી આરોપી વિવેકભાઈ મંછારામ ગોંડલીયા(ઉ.વ. ૨૦, રહે. ગારિયા) અને બળવંતભાઈ નાગરભાઈ સાંકળીયા(ઉ.વ. ૨૪, રહે. હાલ મકનસર, મોરબી)ને ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની 78 બોટલ (કિંમત રૂ. 29,250) સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ પી. ડી. સોલંકી, હેડ કો. યશપાલસિંહ પરમાર, પ્રદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, કો. દર્શિતભાઈ વ્યાસ, દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી, પ્રતિપાલસિંહ વાળા, હિતેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC