વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે ગઇકાલે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી-મોરબી દ્વારા વાંકાનેર તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર તાલુકાના 200 જેટલા વિદ્યાર્થીઓએ 6થી 14 વર્ષ વય જૂથ, 15 થી 21 વર્ષ વય જૂથ, 21 થી 59 વર્ષ વય જૂથ અને 60 પ્લસના 200 જેટલા સ્પર્ધકોએ એક પાત્રીય અભિનય નિબંધ, ચિત્ર, વકૃત્વ, પાત્રીય, લગ્ન ગીત સુગમ, તબલા, હાર્મોનિયમ વાદન સહિત વિવિધ વ્યક્તિગત સ્પર્ધા તેમજ લોકનૃત્ય ગરબા, રાસ જેવી સામૂહિક સ્પર્ધામાં સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો…
આ કલા મહાકુંભમાં શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો, જે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ રમવા માટે જશે. આ ઉપરાંત લોકગીત નિબંધ વકૃત્વમાં બીજો નંબર, લગ્ન ગીત ચિત્રમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. આ તકે રમત ગમત અધિકારી કચેરીના નાકીયા સાહેબ બુધ્ધદેવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય દર્શનાબેન તથા શિક્ષકો દ્વારા આ આયોજન કરવામાં આવેલ, જેમાં પટોડી સાહેબનો વિશેષ સાથ સહકાર મળ્યો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV