વાંકાનેર શહેરની આશીયાના સોસાયટી ખાતે કિશ્વા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારધા રોજ કલેકટર, કમિશનર, ઇન્કમટેક્સ અધિકારી તેમજ IAS, IPS, IFS બનવા માટે UPSC/GPSC જેવી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ? તેના માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા…
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને મહેમાનો દ્વારા વિવિધ સિવિલ સર્વિસની પરિક્ષાઓ બાબતે માહિતી પુરી પાડવામાં આવી હતી. જેમાં તાહીરભાઈ મેસાણીયા, અઝહરુદ્દીનભાઈ બાદી, મુસ્તાકભાઈ બાદી, ફિરોઝભાઈ માથકીયા, ઉસ્માનગનીભાઈ શેરસીયા, મહેબૂબભાઈ સુમરા, અબ્દુલકાદિરભાઈ હમદા, સુફિયાનભાઈ સહિતના દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન શાહબુદ્દીનભાઈ બાદી તથા આભારવિધિ તોસિફભાઈ બાદી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત કિશ્વા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના લોકોએ ઉઠાવી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf