વિશ્વના 20 કરતા વધુ દેશોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા માટે સમગ્ર દેશમાંથી વાંકાનેરની બે શાળાની પસંદગી કરાઇ…
રિફ્લેક્શન ઈન્ટરનેશનલ ઇવેન્ટ દ્વારા આગામી દિવસોમાં લખનઉ ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના 20 દેશના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, ત્યારે આ ઇવેન્ટ માટે સમગ્ર દેશમાંથી વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલ અને જ્યોતિ વિદ્યાલયના છ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, જે વાંકાનેર માટે એક ઐતિહાસિક ઘટના ગણી શકાય છે. આ ઇવેન્ટમાં બંને શાળાના વિદ્યાર્થીઓ 20 કરતા વધુ દેશોના વિદ્યાર્થીઓ સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરી સ્પર્ધામાં ભાગ લેશે….
વાંકાનેર જેવા નાના શહેની એકસાથે બે શાળાના વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં 20 કરતા વધુ દેશોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા માટે સિલેક્ટ કરવામાં આવે તે બાબત વાંકાનેર વિસ્તાર માટે અત્યંત ગૌરવશાળી ગણી શકાય છે. આ ઇન્ટર નેશનલ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ હિસ્ટ્રી અને એન્વાયરમેન્ટ એમ બે ટોપીક પર સતત પાંચ દિવસ સુધી સ્પર્ધા કરવાની હોય છે, જેમાં વિજેતા ટીમને ઇનામ એનાયત કરવામાં આવે છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1