
આગેવાનોની મહેનત રંગ લાવી…: ચંદ્રપુર તથા ઢુવા વિસ્તારના 29 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા સરકાર તૈયાર…

વાંકાનેર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે સૌની યોજનામાંથી પાણી મળી રહે તે માટે છેલ્લા ઘણા સમયથી આગેવાનો મહેનત કરી રહ્યા હોય, જેમની મહેનત આખરે રંગ લાવી છે, જેમાં આજે રાજ્ય સરકારના પાણી-પુરવઠા વિભાગ દ્વારા ચંદ્રપુર તથા ઢુવા વિસ્તારના 29 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે રૂ. 100 ની રકમને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે….


બાબતે વાંકાનેર વિસ્તારના આગેવાનો પૈકી બંને સાંસદો, કારોબારી સમિતીના ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારિયા, વાઘજીભાઈ ડાંગરોચા, કાળુભાઈ કાકરેચા, તાલુકા પંચાયત સદસ્યો, વિવિધ ગામોના સરપંચો, આગેવાનો અને ભાજપ સંગઠનના સભ્યો દ્વારા થોડા દિવસ પહેલા ગાંધીનગર સચિવાલય ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને રૂબરૂ મળી ઢુવા અને ચંદ્રપુર મહાલના 29 ગામોને સૌની યોજના અંતર્ગત સિંચાઈ માટે તળાવો ભરી પાણી આપવા રજૂઆત કરવામાં આવી હોય, જે અનુસંધાને આજરોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં વાંકાનેર વિસ્તાર માટે અંદાજે રૂ. 100 કરોડ જેટલી રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેથી આગામી ટૂંક સમયમાં જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પ્રશ્ન હલ થઇ જશે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV
