વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જોધપર ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી પોલીસે પસાર થતા એક શખ્સને રોકી તલાશી લેતા તેની પાસેથી 24 નંગ બીયરના ટીન મળી આવ્યા હતા, જેથી પોલીસે યુવાનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જોધપર ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી એક પ્લાસ્ટિકની બેગ સાથે પસાર થતાં આરોપી અકબર મુસાભાઇ માજોઠી (ઉ.વ. 24,, રહે. સીટી સ્ટેશન રોડ, ભાટિયા સોસાયટી પાસે, નદીના કાંઠે, વાંકાનેર)ને રોકી તલાશી લેતા તેની પાસેથી હેવર્ડ્સ 5000 પ્રીમિયમ સ્ટ્રોંગ બિયરના 24 ડબલા (કિંમત રૂ. 2400) મળી આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV