મહિલા સાથે પ્રેમ પ્રકરણ મામલે પ્રેમીકા અને અન્ય પ્રેમી સાથે મળી યુવાનનું ઢીમ ઢાળી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે એક યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય, જે મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં પાડોશમાં રહેતી મહિલા સાથે પ્રેમ પ્રકરણ મામલે પ્રેમીકા અને તેના અન્ય પ્રેમીએ સાથે મળી યુવાનની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ખુલાસો થયો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે રહેતા ફરિયાદી ચોથાભાઈ રૂપાભાઈ રંગપરાએ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી ધનજીભાઈ કાનાભાઈ માલકીયા અને અરૂણાબેન મનુભાઈ ગોરીયા (રહે. બંને જાલી) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના નાનો ભાઈ પાંચાભાઇ રૂપાભાઈ રંગપરા (ઉ.વ. ૩૦)ને આરોપી અરૂણાબેન મનુભાઈ ગોરીયા સાથે પ્રેમસંબંધ હતો અને અરૂણાબેનને ધનજીભાઈ કાનાભાઈ માલકીયા સાથે પણ પ્રેમ સંબંધ હતો, જેથી અરૂણાબેન અંને ધનજીભાઈ વચ્ચે ફરિયાદીનો ભાઈ આડ ખીલી રૂપ બનતો હોય, આરોપી ધનજીભાઈ અને અરૂણાબેન સાથે મળી અગાઉથી કરેલા પ્લાન મુજબ ફરિયાદીના ભાઈ પાંચાભાઇ રંગપરાને જાલી ગામની સીમમાં આવેલ ભુપતભાઈ ઉકાભાઇ માલકીયાની વાડીએ ઝૂંપડામાં બોલાવી બંનેએ સાથે મળી ફરિયાદીના ભાઈનું ગળું દબાવી હત્યા કરી હતી,

જે બાદ બંને આરોપીઓએ ફરિયાદીને ફોન કરી સ્થળ બોલાવીને ‘ તારા ભાઈએ ઝેરી દવા પીધી છે ‘ તેવું કહીને હત્યના બનાવને આત્મહત્યમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી બાબતની જાણ વાંકાનેર સિટી પોલીસને થતા પોલીસે મૃતકની બોડી નું ફોરેન્સિક પીએમ કરતાં તેમા યુવાનની હત્યા ગળું દબાવી કરવામાં આવી હોવાનો ખુલાસો થતાં આ મામલે મૃતકના ભાઈએ બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!