વાંકાનેર આઈટીઆઈ નજીક બે રાહદારીઓ રોડ ક્રોસ કરતા હોય જે દરમ્યાન ત્યાંથી પસાર થતા કોઈ અજાણ્યા બાઈક ચાલકે બંને રાહદારીઓને હડફેટે લીધા હતા જેમાં એક શખ્સનું માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મોત થયું હતું જ્યારે અન્ય એક શખ્સને ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ સાંજના નવ વાગ્યાની આસપાસ વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ આઈટીઆઈ કચેરી નજીક એક અજાણ્યા બાઈક ચાલકે રોડ ક્રોસ કરતાં બે રાહદારીને અડફેટે લીધા હતા, જેમાં કારૂભાઈ ઉર્ફે રાજુભાઇ દેકાવાડીયા (ઉ.વ. 50)ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેમનું મોત થયું હતું,
જ્યારે તેમની સાથે રહેલ અન્ય રાહદારી મણીલાલ માનસીંગ લોધા (ઉ.વ. 60)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….
ઉપરોક્ત બનાવ અનુસંધાને મૃતક આધેડના ભાઈએ બનાવની વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે આઈપીસી કલમ 279, 337, 338, 304A, તથા મોટર વ્હીકલની કલમ 134, 184, 177 મુજબ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf