કામ પરથી પરત ફરતાં પિતા-પુત્રના બાઇકને આકસ્માત નડ્યો, પુત્રની નજર સામે પિતાનું મોત, કાર ચાલક પોતાનું વાહન મુકી ફરાર…

વાંકાનેર શહેર નજીક હસનપર ઓવરબ્રિજથી આગળ જતાં સર્વિસ રોડ પર ઓમની કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કામ પરથી પરત ફરતાં પિતા-પુત્રના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાનું ટુંકી સારવાર બાદ મોત થયું હતું, જ્યારે પુત્રને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં મૃતકની પત્નીએ ઓમની કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક હસનપર ઓવરબ્રિજથી આગળ જતાં સર્વિસ રોડ પર જ્યોતિ કારખાના સામેથી બાઇક પર પસાર થતાં કમલેશભાઈ કનુભાઈ ભટ્ટી (ઉ.વ. ૪૨, રહે. સિધ્ધાર્થનગર સોસાયટી, રેલ્વે સ્ટેશન રોડ, વાંકાનેર) અને તેના પુત્ર સુરેશ કમલેશભાઈ ભટ્ટી (ઉ.વ. ૧૩)ના બાઇકને સામેથી આવતી એક ઓમની કાર નં. GJ 05 RL 5375 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો,

જેમાં પિતા કમલેશભાઈને માથા તથા છાતી સહિત શરીરે તેમજ પુત્ર સુરેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બંને પિતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટુંકી સારવાર બાદ ઈજાગ્રસ્ત કમલેશભાઈનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકના પત્ની જયશ્રીબેન કમલેશભાઈ ભટ્ટીએ ગંભીર બેદરકારી દાખવી અકસ્માત સર્જી ફરાર થઈ જનાર ઓમની કારના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!