વાંકાનેર શહેર નજીક આવેલ ડો. દેલવાડીયા હોસ્પિટલ પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી કરવામાં આવી હતી, જેથી આ બનાવમાં યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વાંકાનેર સીટી પોલીસે આ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ડો. દેલવાડીયાના દવાખાના પાસે ફરિયાદી મુકેશભાઈ હીરાભાઈ વરુએ પોતાનું બાઈક નં. GJ 3 KG 9014 પાર્ક કરેલ હોય તેની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હતી, જેથી આ બનાવમાં ફરીયાદીએ વાંકાનેર સિટી પોલીસમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપી મિતુલભાઈ જેઠાભાઈ ગુગડીયા અને જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડીયાની વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પરથી ધરપકડ કરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU