રોજબરોજ હાઇવે જકાતનાકે થતાં અકસ્માતોમાં સરેરાશ એકથી બે મહિનામાં એક જીંદગી હોમાઇ…
વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકા પાસે રોજબરોજના થતાં નાન-મોટા અકસ્માત ભાદ ગઇકાલે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વધુ એક યુવાનની જિંદગી હોમાઇ છે. જે બનાવમાં મૃતક યુવાનના પિતાએ કાળમુખા ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગઇકાલના સાંજના સમયે વાંકાનેરના કાળમુખા હાઇવે જકાતનાકે એક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેર ખાતે ખાતર લેવા માટે ડબલ સવારી બાઇકમાં આવતા બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી બંનેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બનાવમાં ઈજાગ્રસ્ત એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે અન્ય એક યુવાનને હાથ કપાવા સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી…
આ અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત યુવાન વિક્રમભાઈ સવજીભાઈ રાણેવાડીયા (રહે. મકતાનપર) નું ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત સુરેશભાઈ કરમશીભાઈ કેરવાડીયા (રહે. આણંદપર)ને હાઇ કપાઇ જવા સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી હાલ આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ કાળમુખા ટ્રક નંબર GJ 10 W 5970ના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm