વાંકાનેર શહેર નજીક આવેલ જીઆઈડીસીમાં નવાપરા નજીકથી પસાર થતા એક ડબલ સવારી બાઇકના ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઇક ધડાકાભેર દિવાલ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને માથા તથા શરીરે ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ જીઆઇડીસીમાં નવાપરા રોડ પરથી પસાર થતા એક ડબલ સવારી સીબીઝેડ બાઇક નં. GJ 03 EP 7897ના ચાલક પ્રફુલ ઉર્ફે લાલો વિરજીભાઈ સાથળીયાએ બ્રેક નહીં લાગતાં બાઇક પરથી કાબુ ગુમાવતા બાઈક ધડાકાભેર દીવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા મયુરભાઈને પણ‌ સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!