વાંકાનેર શહેરની ગાયત્રી મંદિર શાળા પરિસર ખાતે આજરોજ GCERT પ્રેરિત રાજકોટ ડાયટ માર્ગદર્શિત તથા વાંકાનેર બીઆરસી ભવન દ્વારા સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ પર બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર વિસ્તારમાંથી કુલ 33 શાળાઓ દ્વારા અલગ અલગ વિભાગની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે આ વિજ્ઞાન મેળામાં વાંકાનેર તાલુકાની દરેક શાળાના બાળકો અને શિક્ષકોએ મુલાકાત લઈ અને પ્રદર્શન નિહાળ્યું હતું…
આ તકે અતિથિ તરીકે વાંકાનેર પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, સંગઠનના અધ્યક્ષ, દેવદયા ટ્રસ્ટના અતિથિ એવા ભાનુબેન મહેતા અને તેમના ખાસ એવા તમામ NRI અતિથિઓ ઊપસ્થિત રહ્યા હતા. આજના આ પ્રસંગે લાઈફ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળાના અંતે અલગ અલગ વિભાગોમાં વિજેતા થયેલા પ્રોજેક્ટની જિલ્લા કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf