ફરિયાદીના દિકરાએ આરોપીની પત્ની સાથે મૈત્રી કરાર કરતાં ઉશ્કેરાયેલા શખ્સનો આધેડ પર હુમલો….

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે રહેતા એક યુવકે આરોપીની પત્ની સાથે મૈત્રી કરાર કરેલ હોય, જે બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવકના પિતા પર છરી વડે હુમલો કરી તથા લાકડાના ધોકા વડે માર મારતા બાબતે આધેડએ બે શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જુના ગારીયા ગામ ખાતે રહેતા ફરિયાદી દેવાભાઇ ઉર્ફે દેવરાજભાઈ મેરામભાઈ વાલાણીએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ચંદુભાઈ ચોથાભાઈ સરવૈયા (રહે. ગારીયા) તથા એક અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના દિકરા ભરતએ આરોપી ચંદુભાઈની પત્ની કાજલ સાથે મૈત્રી કરાર કરેલ હોય, જે બાબતેનો ખાર રાખી ગઇકાલે આરોપી ચંદુભાઈ તથા એક અજાણ્યા શખ્સે ફરીયાદી પર હુમલો કરી બંન્ને પગમા છરીના ઘા મારી તથા લાકડાના ધોકા માર મારી ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે દેવાભાઇની ફરિયાદ પરથી બંને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૧૧૪, તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!