તહેવારની ઉજવણીના ભાગરૂપે ગામેગામ ભવ્યાતિભવ્ય ઝુલુસ, બાલ મુબારક દર્શન, ઈબાદત, તકરીર, લંગર, ન્યાઝ, વાયઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું…
આજરોજ ઈદ-એ-મિલાદ તહેવારની સમગ્ર વાંકાનેર તાલુકામાં મુસ્લિમ બિરાદરોને દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામડાઓમાં સવારે અને વાંકાનેર શહેર ખાતે બપોર બાદ પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની આગેવાનીમાં શહેરના રાજમાર્ગો પર વિશાળ ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા…
આજે ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્લાહની બંદગી સાથે પયગંબર સાહેબના જન્મ દિવસની ખુશી મનાવવામાં આવે છે, જેમાં આજે વાંકાનેર વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ જુલૂસ, સવારે મસ્જિદોમાં પયગંબર સાહેબના બાલ મુબારક દર્શન, ગામે ગામ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરો અને મસ્જિદોને શણગાર, કુરાન પડવું, ગરીબોને દાન, ન્યાઝ, તકરીર સહિતના કાર્યક્રમો થકી ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી કરી હતી….