વાંકાનેર શહેરની શ્રી દોશી કોલેજ ખાતે ચાલતી એન.સી.સી. પ્રવૃત્તિ સાથે જોડાયેલ કોલેજના વિદ્યાર્થી ઝાલા વિશ્વરાજસિંહ વિજયસિંહ અને માલકિયા સૂરજ ખોડાભાઈની એન.સી.સી. ના મહારાષ્ટ્ર શિવાજી નેશનલ ટ્રેકિંગ કેમ્પમાં કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પસંદગી કરવામાં આવી છે…

આ ટ્રેકિંગ કેમ્પ મહારાષ્ટ્ર કોલ્હાપુર જીલ્લાના પનાહાલાથી વિશાલગઢ કિલ્લા સુધીનો છે, જેમાં જુદા જુદા સ્થળો જેવા કે પનાહાલા કિલ્લો, ગજપુર, પાવનખિંડ, પાંઢરે પાની, શાહુવાડી, બાંબવડે, પ્નહાલા અને વિશાલગઢ સહિતના કિલ્લાઓ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટ્રેકિંગ કેમ્પમાં છત્રપતિ શિવાજી મહારાજના બધા જ કિલ્લાઓ અને કુદરતી દૃશ્યો, પહાડો પર ટ્રેકિંગ, જુદા જુદા વૃક્ષો, નદી-નાડા, ઝરણાઓ અને વિવિધ અતિ સુંદર કુદરતી દ્રશ્યોનો લ્હાવો આ બંને વિદ્યાર્થીઓને મળશે…

જેઓની આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રટરી, આચાર્ય, એન.સી.સી. ના ઓફિસર સહીત દોશી કૉલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!