વાંકાનેર શહેરની દોશી કોલેજ ખાતે મોરબી જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી. ટી. પંડ્યા સાહેબના અધ્યક્ષ સ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના યુવા મતદારોને લોકશાહીમાં મત અંગે મહત્વની વિગતપૂર્ણ માહિતી ચૂંટણી પંચની સ્લાઈડ શો દ્વારા આપવામાં આવી હતી તેમજ યુવાનો પાસે મતદાનની ગરિમા અને ગુપ્તતા અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આ સાથે જ યુથ ઇન ડેમોક્રેસીના નેજા હેઠળ વોટર કાર્ડ અને વોટ કરવા અંગે વિદ્યાર્થીઓની બોર્ડ સાઇન પણ લેવામાં આવી હતી…
આ કાર્યક્રમમાં મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, વાંકાનેરના પ્રાંત અધિકારીશ્રી શિરેસીયા સાહેબ, મામલતદારશ્રી કાનાણી સાહેબ, ટી.ડી.ઓ. શ્રી રિઝવાન કોંઢીયા સાહેબ, ના.મામલતદાર ખેર સાહેબ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન મતદાર અભિયાન જાગૃતિના નોડલ ઓફિસર ડૉ.મયુર જાની દ્વારા કરાયું હતું…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf