વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતેથી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતે આવેલ ગેલ માતાજીના મંદિર સામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). દિપકભાઇ ગોકળભાઇ બાવરવા, ૨). વિજયભાઇ દેવરાજભાઇ બાવરવા, ૩). દિપકભાઇ દેવશીભાઇ અબાસાણીયા, ૪). અશ્વીન ઉર્ફે અશોકભાઇ રઘુભાઇ અબાસાણીયા, ૫). નવઘણભાઇ ચતુરભાઇ અબાસાણીયા, ૬). વિપુલભાઇ કાનજીભાઇ બાવરાવા અને ૭). રમેશભાઇ વાલજીભાઇ બાવરવા (રહે.બધા-ધમલપર)ને રોકડ રકમ રૂ. 11,420 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt