દર વર્ષની માફક આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી રેસનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના 63 વિદ્યાર્થી ભાઈઓએ ભાગ લીધો હતો. આ બધાં વચ્ચે વાંકાનેરની દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી યાદવ મિલનકુમાર રાજુસિંઘએ ઉત્કર્ષ દેખાવ કરતાં તેની પસંદગી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્રોસ કન્ટ્રી ટીમમાં કરવામાં આવી છે….

જે વિદ્યાર્થી આગામી દિવસોમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નેશનલ લેવલે ભાગ લેવા જશે. યાદવ મિલનકુમાર રાજુસિંઘ અને રમત ગમતના અધ્યાપક કેપ્ટન ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!