વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે રહેતી એક મહિલા પોતાના ઘર નજીક નગરપાલિકાના વાલ્વમાંથી પાણી નિકાલ માટે ધોરીયો કરતી હોય દરમ્યાન બે શખ્સોએ મહિલા પર હુમલો કરી માર મારી માથું ફોડી નાખી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા બાબતે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા રાજુબેન અરવિંદભાઈ સોલંકી નામની મહિલા પોતાના ઘર નજીક નગરપાલિકાના વાલ્વમાંથી પાણી આવતું હોય, જેથી પાણી નિકાલ માટે ધોરીયો કરતી હોય ત્યારે આરોપી હકાભાઈ ઉર્ફે મુંગો હિરાભાઈ પરમાર તેમજ હકાભાઈ ઉર્ફે મુંગો હિરાભાઈ પરમારના મોટાભાઈને આ બાબતનું સારૂ ન લાગતા રાજુબેનને નીચે પાડી દઈ બન્ને આરોપીઓએ પાવડાના હાથા વડે ફરિયાદીને માર મારી, માથું ફોડી, નાખી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા બાબતે બંને આરોપીઓ સામે એન્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!