વાંકાનેર ખાતે ફરીયાદી ઈસ્માઈલ હાજીભાઈ શે૨સીયા (મીરાભાઈ)એ વાંકાનેર કોર્ટમાં પ્રોસક્રીપ્ટોના પ્રોપરાઈટર જીજ્ઞેશ પી. કોઠારી સામે ક્રીપ્ટો ક૨ન્સીના વ્યવહારમાં રકમ પરત આપવા આપેલ ચેક રિટર્ન થતાં બાબતે ફરીયાદ કરતા વાંકાનેર કોર્ટે આરોપી જીજ્ઞેશ કોઠારીને એક વર્ષની સજા અને મુળ રકમ ફરિયાદીને પરત કરવા હુકમ કર્યો છે…
બાબતે પ્રાપ્ત માહીતી મુજબ વાંકાનેર તાલુકાના જોધ૫૨ ગામના રહેવાસી અને કરીયાણાના છુટક વેપાર ધંધા સાથે સંકળાયેલ ઈસ્માઈલ હાજીભાઈ શે૨સીયા (મીરાભાઈ)એ વાંકાને૨ કોર્ટમાં ફરીયાદ કરી હતી કે, પ્રોસ ક્રીપ્ટોના પ્રોપરાઈટર જીજ્ઞેશ પી. કોઠારી ક્રીપ્ટો કરન્સીમાં એડવાઈઝ૨ અને એજન્ટ હોય જેથી તેણે ફરિયાદીને રોકાણ કરવાનું કહી રૂ.૪,૫૦,૦૦૦/- રોકાણના નામે મેળવેલ હતા. અને આ રકમ ત્રણ માસ બાદ ૫૨ત આપવાની કહી રોકાણની રકમ લીધેલ હતી.
જયારે સમય થતા ફરીયાદીએ મુદ્ત રકમની માંગણી ક૨તા આરોપીએ તેના ખાતાનો ચેક ૨કમ રૂ.૪,૫૦,૦૦૦|- ફરીયાદીને આપેલ જયારે ફ૨ીયાદી મી૨ાભાઈએ ચેકની ૨કમ વસુલ મેળવવા બેન્કમા ચેક જમા ક૨તા આ ચેક રીટર્ન થયેલ હતો. ત્યારબાદ ફ૨ીયાદીએ ચેકની ૨કમ ન મળતા કાયદેસ૨ કાર્યવાહી કરી વાંકાનેર કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી. સદરહું ફરીયાદ વાંકાને૨ કોર્ટમા ચાલી જતા વાંકાને૨ કોર્ટના જજ એસ. કે.પટેલ સાહેબએ ફરીયાદીના સીનીયર વકીલશ્રી એસ. વી. ૫૨ાસ૨ા, એસ. કે. પીરઝાદા, એ. વાય. શે૨સીયાની કાયદા અનુસંધાને રજુઆતો સાંભળી ફરીયાદી કેસ પુરવાર કરતા હોય પરીણામે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂા.૪,૫૦,૦૦૦/– વળતર ચુકવવાનો હુકમ કર્યો છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf