બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના રહેવાસી વિનોદ ચકુભાઈ અઘારાએ તેના પાડોશી દીપક દેવશીભાઈ હડાણીને હાથ ઉછીના રૂ. 3,00,000 આપેલ હોય જે રકમ ફરિયાદીએ પરત માંગતા તેની ચુકવણી પેટે દીપક દેવશીભાઈ હડાણીએ વિનોદ ચકુભાઈ અઘારાને ચેક આપેલ હતો, જે ચેક રીટર્ન થતા વિનોદ ચકુભાઈ અઘારાએ તા.૧૮/૦૪/૨૦૨૨ના રોજ તેમના વકીલ મારફતે લીગલ નોટીસ આપી અને નિયત સમયમર્યાદામાં તે રકમ આરોપી નહીં ચુકવતા તે અંગેની ફરિયાદ વિનોદ ચકુભાઈ અઘારાએ વાંકાનેર કોર્ટમાં તા.૨૫/૦૫/૨૦૨૨ ના રોજ દાખલ કરેલ અને ત્યારબાદ આરોપી દીપક દેવશીભાઈ હડાણી નામદાર કોર્ટમાં હાજર નહિ થતા,
નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યાર બાદ એસ. કે. પટેલ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલ ફારૂક એસ. ખોરજીયાએ કરેલ ધારદાર દલીલો અને નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજુ કરેલ ચુકાદાને માન્ય રાખીને કોર્ટે આરોપી દીપક દેવશીભાઈ હડાણીને એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂ. 3,00,000 ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કામના ફરિયાદી વિનોદ ચકુભાઈ અઘારા વતી વકીલ તરીકે ફારૂક એસ. ખોરજીયા, દક્ષાબેન એમ. અઘારા, નાસીર એમ.જામ અને કૌશરબાનુ ખોરજીયા રોકાયેલ હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf