વાંકાનેરમાં બાઉન્ડ્રી નજીક આવેલ બાલાજી સેન્ડવીચ પાસે નાસ્તો કરવા ઉભેલા એક પરિવારે સાઈડમાં પાર્ક કરેલ તેમની કારને ત્યાંથી પસાર થતા એક ટેન્કર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં નુકસાન થયું હતું, જેથી આ બનાવમાં ટેન્કર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના રહેવાસી મનીષભાઇ ધીરજલાલ પઢીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાની નિશાન કાર નં. GJ 01 RC 3645 લઇને પરિવાર સાથે અમદાવાદથી જામનગર તરફ જતા હોય ત્યારે રસ્તામાં તેઓ વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાલાજી સેન્ડવીચ પાસ કારને સાઈડમાં પાર્ક કરી નાસ્તો કરવા રોકાયાં હોય, ત્યારે બપોરે દોઢ વાગ્યે ચોટીલા તરફથી પૂરઝડપે આવતા એક ટેન્કર નં. GJ 06 BT 9902 ના ચાલકે તેમની કારને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં નુકસાન થયું હતું, જેથી આ મામલે ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU