વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા એક ત્રિપલ સવારી બાઇકના ચાલકે ટોલનાકા સર્વિસ રોડ નજીક બાઈક પરથી કાબુ ગુમાવતાં બાઈક ડિવાઈડર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું જ્યારે પાછળ બેઠેલા બે શખ્સોને ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ગત તા. ૧૪ ની રાત્રીના પસાર થતા એક ત્રિપલ સવારી બાઇક નં. GJ 3 ES 8712 ને ટોલનાકા સર્વિસ રોડ પર અકસ્માત નડ્યો હતો, જેમાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક પ્રકાશભાઇ મુળજીભાઇ સોલંકી(ઉ.વ. ૩૪, રહે. પારડી, તા. લોધીકા)ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું જ્યારે બાઈક પાછળ પાછળ બેઠેલા આકાશ ઉર્ફે લાલીને પણ ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવાન રવીશભાઇ પરમારને સામાન્ય ઈજાઓ પહોંચી હતી…
ઉપરોક્ત બનાવ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ફરિયાદી રવીશભાઇ રૂડાભાઇ પરમારની ફરિયાદ પરથી પુરઝડપે અને બેફિકરાઈથી બાઈક ચલાવનાર ચાલક સામે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI