વાંકાનેર શહેર ભાજપ તથા યુવા ભાજપ ટીમ દ્વારા પી.આઈની શુભેચ્છા મુલાકાત કરાઇ..: શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી બાબતે ચર્ચા કરાઈ…

વાંકાનેર સિટી પોલીસ ખાતે તાજેતરમાં જ નવનિયુક્ત પામેલ પી.આઈ. શ્રી પી. ડી. સોલંકી દ્વારા ચાર્જ સંભાળતા આજે વાંકાનેર શહેર ભાજપ તથા યુવા ભાજપ ટીમ દ્વારા પી.આઈની શુભેચ્છા મુલાકાત કરી નવનિયુક્ત પીઆઈને ફુલ હાર તથા શાલ ઓઢાડી સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેર શહેર ભાજપ સંગઠનના સભ્યો/હોદેદારો દ્વારા વાંકાનેર શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતી અંગે ચર્ચા વિચારણા કરી પીઆઈ દ્વારા શહેરમાં શાંતિમય વાતાવરણ બની રહે તેવી બાંહેધરી આપવામાં આવી હતી…

આ તકે ભાજપ સંગઠનના પ્રદેશ કારોબારી વ્યાપારી સેલ સભ્ય શૈલેષભાઈ ઠક્કર, જિલ્લા સંગઠન મંત્રી રસિકભાઈ વોરા, હળવદ તાલુકા પ્રભારી ભરતભાઈ ઠાકરાણી, શહેર મહામંત્રી કે. ડી. ઝાલા, યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, યુવા ભાજપ મહામંત્રી નિતેશભાઇ પાટડીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ અમિતભાઈ શાહ, મંત્રી શૈલેષભાઈ મહેતા, કિસાન મોરચા પ્રમુખ ક્રિપાલસિંહ બી. ઝાલા, અનુ.જાતી મોરચા પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મહામંત્રી અરૂણભાઇ મહાલીયા, ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિ તેમજ ગજેન્દ્રસિંહ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!