ગુજરાત પ્રદેશ ભાજપ તથા મોરબી જીલ્લા ભાજપ સંગઠનની સુચના મુજબ ગઇકાલના રોજ વાંકાનેર શહેરના ગાયત્રી મંદિરના હોલ ખાતે વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપની કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠન વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી….
વાંકાનેર તાલુકા પ્રભારીશ્રી નિર્મલભાઈ જારીયાના અધ્યક્ષ યોજાયેલ આ બેઠકમાં સંગઠનના તાલુકા પ્રમુખ તથા મહામંત્રી, તાલુકા સંગઠનના હોદ્દેદારો, પ્રદેશ ભાજપના હોદેદારો, જીલ્લા ભાજપના હોદેદારો, શહેર મહામંત્રી, શહેર સંગઠનના હોદ્દેદારો, જિલ્લા કારોબારી સભ્યો, તમામ મોરચા-સેલના હોદેદારો, તાલુકા/શહેર કારોબારીના સભ્યો તથા તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC