વાંકાનેર બેઠક પર 35 દાવેદારોમાંથી જીતુભાઈ સોમાણીની પસંદગી થતાં કોળી સમાજમાં પણ નારાજગી, પ્રબળ દાવેદાર પૈકીના મહારાણા કેશરીદેવસિંહએ ઉમેદવારી કરવાની તૈયારી દાખવી….

67-વાંકાનેર વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી આ વખતે 35 જેટલા દાવેદારોએ ટીકીટની માંગણી કરી હતી જેમાંથી પાર્ટીએ આ વખતે પણ જુના જોગી એવા જીતુભાઈ સોમાણી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જે બાદ વાંકાનેર ભાજપના કાર્યકરોમાં કચવાટ ફેલાયો છે. જેમાં ગઇકાલે પાર્ટીએ ટીકીટની જાહેરાત કરતા જ અન્ય દાવેદારોએ મીટીંગના દોર શરૂ કરી દીધાં હતાં…

જેમાં ગઇકાલે કોળી સમાજ દ્વારા કરવામાં આવેલ ટીકીટની માંગણી ન સ્વિકારાતા સમાજના આગેવાનોની એક મીટીંગ મળી હતી અને તેમાં કોળી સમાજની વર્ષો જુની ટીકીટની માંગણી પુરી ન થતાં આગામી ચુંટણીમાં ભાજપને મત નહીં આપવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો હતો જે બાદ આજે વાંકાનેર બેઠક પર ટિકિટના પ્રબળ દાવેદાર એવા મહારાણા કેસરીદેવસિંહ ઝાલા દ્વારા અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા માટે તજવીજ શરૂ કરતાં મામલો ગરમાયો છે….

જેમાં આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર ભાજપ અગ્રણી અને ટીકીટના પ્રબળ દાવેદાર પૈકીના મહારાણા કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આજે વાંકાનેર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી ફોર્મ મેળવતા વાંકાનેર ભાજપમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યાં છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!