સેફ્ટી વોલના તાર તોડી કારખાનામાં પ્રવેશી ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર….
વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલા એક કારખાનામાં મધ્યરાત્રિના અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીના બનાવને અંજામ આપી ફરાર થઈ ગયા હતા, જેમાં તસ્કરો દ્વારા કારખાનામાં પ્રવેશી ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રોકડ રકમ રૂ. 5,75,500ની ચોરી કરવામાં આવતા બાબતે પોલીસ ફરિયાદી નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં જેતપરડા રોડ ઉપર આવેલ એબલ ઓઈલ્સ એન્ડ એગ્રો નામના કારખાનામાં પાછળના તાર તોડી કોઈ અજાણ્યા તસ્કરો કારખાનામાં પ્રવેશી ઓફિસમાં ઘૂસી ટેબલમાં મશીનથી હોલ કરી અને ખાનામાં રાખેલા મજુરના પગારની રોકડ રકમ રૂ. 5,75,000ની રોકડ રકમ તથા એક પાકીટમાંથી રૂ. 500 મળી કુલ રૂ. 5,75,500 ની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતાં બાબતે કારખાનેદાર નરોતમભાઈ રવજીભાઈ સરસાવાડિયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે…
આ બનાવમાં કારખાનામાં સીસીટીવી કેમેરા ચેક કરતા તેમા એક અજાણ્યો બુકાનીધારી શખ્સ જેને કાળા કલરનું ટી-શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલ હોય તે નજરે પડે છે. જેથી આ બાબતે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf