વાંકાનેર શહેર ખાતે આજરોજ ભીમ સંકલ્પ દિવસ નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ દ્વારા જીલ્લા કક્ષાના ભીમ સંકલ્પ દિવસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર શહેરના માર્ગો પર સ્વયમ્ સૈનિક દળ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઇ હતી, જેમાં બહોળી સંખ્યામાં સ્વયમ્ સૈનિક દળના કાર્યકર્તાઓ જોડાયા હતા…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે આજરોજ ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલી કુંભારપરામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શરૂ કરી હાઇવે જકાતનાકા, મેઇન બજાર, પુલ દરવાજા, બસ સ્ટેન્ડ થઈ રોયલ પાર્ક ખાતે પહોંચી ત્યાં સભા યોજાઇ હતી. આ રેલીમાં બહોળી સંખ્યામાં સ્વયમ્ સૈનિક દળના યુવાનો જોડાયા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf