વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે દારૂના નશામાં ધૂત એક ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક પોતાના ટ્રકને રિવર્સમાં લેતા પાછળ ઉભેલી કાર સાથે ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં જેગુઆર કારમાં નુકશાની થતાં બાબતે કાર ચાલકે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રાતીદેવરી ગામે રહેતા સંજયસિંહ ભરતસિંહ ઝાલાએ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૦ના રોજ ફરિયાદી રાતીદેવરી ગામથી ખેરવા જવા માટે પોતાના મિત્રની જેગુઆર XF-મોડલની કાર નં. GJ 10 DA 9133 લઈને નીકળ્યા હોય ત્યારે વાંકાનેર મામલતદાર ઓફીસ પાસેથી આરોપી ટ્રક GJ 03 AT. 1717 નો ચાલક કાવા મારીને પોતાના ટ્રકને હંકારતો હતો. જે બાદ આગળ જતાં અમરસર ફાટક પાસે આરોપી ટ્રક ચાલકે દારૂના નશામાં બેદરકારી પૂર્વક પોતાનો ટ્રક રિવર્સમાં લેતા ટ્રકની પાછળનો ભાગ કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં નુકસાન થતાં બાબતે તેમણે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!