વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં શેરીના ચોકમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલી હતી, જેમાં બંને પક્ષોએ છુટા હાથે મારામારી કર્યા બાદ વાંકાનેર સિટી પોલીસમાં એકાબીજા સામે ફરિયાદી નોંધાવી છે…

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના આંબેડકરનગર શેરી નં.૨ ખાતે રહેતા ફરિયાદી જીવણભાઈ ભરતભાઈ રાઠોડએ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી ૧). મુકેશભાઈ મંગાભાઈ સોલંકી, ૨). યોગેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, ૩). જયંતીભાઈ પ્રેમજીભાઈ સોલંકી, ૪). પીન્ટુભાઇ મંગાભાઈ સોલંકી, ૫). મણીબેન મંગાભાઈ સોલંકી, ૬). નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, ૭). દિનેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, ૮). પારસભાઈ જયંતીભાઈ સોલંકી અને ૯). તુષારભાઈ જયંતીભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે ચોકમાં ફટાકડા ફોડતા હોય ત્યારે ફરિયાદી તથા સાહેદને આરોપીઓએ ફટાકડા અહીં ન ફોડવા બાબતે ઠપકો આપી બોલોચાલી કરી, ગાળો આપી હુમલો કરી માર માર્યો હતો…

જ્યારે આ બનાવમાં સામાપક્ષે ફરિયાદી મણીબેન મંગાભાઈ સોલંકીએ પોલીસમાં આરોપી ૧). ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ, ૨). મીનાબેન ભરતભાઈ રાઠોડ, ૩). જીવણભાઈ ભરતભાઈ રાઠોડ, ૪). ટીપુ કાળુભાઈ રાઠોડ, ૫). કૌશિક ધીરુભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ઘર પાછળ ચોકમાં આરોપી જીવણભાઈ રાઠોડ ફટાકડા તેના મિત્ર સાથે ફોડતા હોય જેથી ફરિયાદીએ ફટાકડા ફોડવાની ના પાડતા આરોપીઓએ બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી, ગાળો આપી, મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી પોલીસે આ બનાવમાં બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!