વાંકાનેર શહેર ખાતે આજરોજ હ. ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ આયોજીત સાતમા સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્નમાં અગીયાર જેટલા દુલ્હા-દુલ્હનો નિકાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ તકે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના સામાજિક-રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા….
આ સમુહ લગ્નમાં જોડાયેલા તમામ અગીયાર દિકરીઓને દાતાના સહયોગથી કરિયાવરની ભેટ આપવામાં આવી હતી. તેમજ જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મુસ્લિમ સમાજના ધર્મગુરૂ ખુરશીદહૈદર પીરજાદા ઉર્ફે મીર સાહેબ, પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, વાંકાનેર એપીએમસી ચેરમેન ગુલામભાઈ પરાસરા, વા. ચેરમેન નાથાભાઈ ગોરિયા,
કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા, વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઇ ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ લુંભાણી, સીએ ઝાહિદ ગઢવારા, મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડો. રૂકમુદીન માથકીયા, વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV