બે અલગ અલગ બનાવમાં આરોપીઓને પકડી પાડી સગીરાને મુક્ત કરાવતી વાંકાનેર સર્કલ પોલીસ અને તાલુકા પોલીસ ટીમ…
વાંકાનેર તાલુકા વિસ્તારમાં બે અલગ અલગ બનાવમાં સગીરાનું અપહરણ કરી ભગાડી જવાના કેસમાં વાંકાનેર સર્કલ પોલીસ અને તાલુકા પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે બન્ને આરોપીઓને ઝડપી પાડી અને સગીરાઓને મુક્ત કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી બે અલગ અલગ બનાવમાં સગીરાઓને લગ્નની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે અપહરણ કરી ભગાડી જવાના બનાવમાં વાંકાનેર સર્કલ પોલીસ અને તાલુકા પોલીસ ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કાર્યવાહી કરી આરોપી લાલુ ઉર્ફે નરેન્દ્ર ચંદુભાઈ ચાવડા (રહે. આંબેડકરનગર, થાનગઢ) અને બીજી સગીરાનું અપહરણ કરનાર આરોપી ગોલુ ખુમસિંઘ બધેલ (રહે.પીથમપુર, ધાર, મધ્યપ્રદેશ)ને હ્યુમન અને ટેક્નિકલ સોર્સની મદદથી ઝડપી પાડી બંને બનાવમાં સગીરાઓને મુક્ત કરાવી હતી….
વાંકાનેર પોલીસ ટીમની આ કામગીરીમાં સર્કલ પીઆઇ વી. પી. ગોલ, એએસઆઈ મયુરસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ, જયપાલસિંહ જાડેજા, વાંકાનેર તાલુકા પોલીસના મયુરધ્વજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા અને મહિલા કોન્સ્ટેબલ હંસાબેન પાપોદરા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1