રાજ્યના 19 શહેરોમાંથી નાઈટ કર્ફ્યૂ હટાવાયો, હવે માત્ર 8 મહાનગરોમાં જ નાઈટ કર્ફ્યૂ રહેશે અને તેમાં પણ ત્રણ કલાકની રાહત….
ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં કોરોનાના નવા કેસમાં 800%નો તથા એક્ટિવ કેસમાં 375%નો ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકારે લાદેલા નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. જેમાં આજે કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે. જ્યારે વાંકાનેર, મોરબી સહિત તમામ નાના શહેરોમાંથી નાઈટ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે…
હાલ રાજ્યમાં આઠ મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફયૂ અમલમાં રહેશે જેમાં પણ ત્રણ કલાકની રાહત આપતા હવે આ શહેરોમાં નાઈટ કર્ફ્યૂની અમલવારી રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી જ રહેશે….
સાથે જ રાજ્યના 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર (નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે….
નવા નિયમો :
૧). લગ્ન પ્રસંગો માટે નિયંત્રણો : ખુલ્લી જગ્યામાં માત્ર 300 લોકોની મર્યાદામાં યોજી શકાશે. જ્યારે ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે…
૨). અંતિમક્રિયા/દફનવિધિ: સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે…
૩). સ્કૂલ-કોલેજ અને પરીક્ષાઓ વિશે : ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની સ્કૂલોમાં ઓફલાઇન વર્ગોની છૂટ. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સાથે યોજી શકાશે…
૪). સ્પોર્ટ્સ સ્ટેડિયમ/રમતગમતની ઇવેન્ટ: પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના મેચ કે સ્પર્ધા યોજી શકાશે.
વધુ સમાચાર માટે નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W