વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા સ્થળ પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી એક બોલેરો કારને રોકી તલાશી લેતા તેમાંથી 374 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ રૂ. 9.61 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને વિક્રમભાઈ કુગશિયાને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી એક બોલેરો પિકઅપ ગાડી રાજકોટ તરફ જવાની છે. જેના આધારે એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવતા ત્યાંથી પસાર થતા બોલેરો પીકઅપ વાહન નં GJ 27 X 7768 ને રોકી તલાશી લેતા તેમાંથી રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કીનીબોટલો નંગ. 96 જેની કી.રૂ. 1,44,000, રોયલ સ્ટેગ રીઝર્વ વ્હીસ્કીનીબોટલો નંગ-150 કી.રૂ. 1,80,000,
મેકડોવેલ નંબર વન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-120 કી.રૂ. 1,20,000 તથા સીગ્નેચર રેર એજડ વ્હીસ્કીની બોટલો નંગ-08 જેની કી.રૂ. 12,000 મળી આવી હતી જેથી પોલીસે બોલેરો પીકઅપ વાહન, બે મોબાઇલ સહિત કુલ રૂ. 9,61,500 ના મુદામાલ આરોપી એજાજભાઇ ઇકબાલભાઇ પતાણી (રહે. ગોંડલ રોડ, ખોડીયાર નગર, રાજકોટ)ને ઝડપી લીધો હતો… આ સાથે જ ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનાર સલીમભાઇ પિંજારા (રહે, રાજકોટ) અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વ્યકિતને ફરાર જાહેર કરી ત્રણેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલસમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પીઆઇ વી. બી. જાડેજા, પીએસઆઇ એન. બી. ડાભી, એ.ડી.જાડેજા, ASI સંજયભાઇ પટેલ, રજનીકાંતભાઇ કૈલા, હેડ કો. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા દશરથસિંહ ચાવડા તથા કો. વિક્રમભાઇ કુગસીયા, રણવીરસિંહ જાડેજા અશોકસિંહ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe