વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ એક સિરામીક કારખાનામાં કામ કરતી વેળાએ કોલસાના હોપરના વરમમાં પડી જતા શ્રમિકનું ગંભીર ઈજાના કારણે મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેના વ્હાઇટ હાઉસ સીરામીક કારખાનામાં કામ કરતા સિંકન્દરસિંગ તુલશારામ ભીલ (ઉ.વ. ૨૫)નામનો યુવાન કોલસાના હોપરમાં પડી ગયો હતો જેમાં હોપરના વરમમાં આવી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!