ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી તા. 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ પડવાની શક્યતા હોય જેથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો તથા કમિશન એજન્ટ ભાઈઓ જોગ જરૂરી સુચના આપવામાં આવી છે….
બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ તા. 20 થી 22 જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્રના જીલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા હોય જેથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે માલ વેચવા માટે લાવતા વાહન માલિકોએ તાલપત્રી ઢાંકીને માલ લાવવો અને શેડમાં જગ્યા હશે ત્યાં સુધી ઉતરાઈ કરવા દેવામાં આવશે તેમજ વેપારી ભાઈઓએ ખુલ્લામાં માલ પડ્યો હોય તેની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq