વાંકાનેર તાલુકામાં વસતા અને રાજ્યના અનેક વિસ્તારોમાં સ્થાયી થયેલા વડ બાદી પરિવારના વાંકાનેર ખાતે કાર્યરત સંગઠનની ગઇકાલે ફૈઝ જીન ખાતે મિટિંગ સંગઠનના પ્રમુખ ઈસ્માઈલભાઈ બાદીના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં બશીરભાઈ બાદી(વકીલ), ઈસ્માઈલભાઈ બાદી (સદસ્ય, જી.પ. મોરબી) સહિત વડ બાદી પરિવારના અનેક સામાજીક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

આ મિટિંગમાં વડ બાદી પરિવાર તેમજ સમગ્ર મોમીન સમાજના હિતમાં અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરાઇ હતી અને મીટીંગમાં લેવાયેલ નિર્ણયોની અમલવારી પણ ટૂંક સમયમાં શરૂ કરવાનું નક્કી કરાયું હતું…

છેલ્લા પાંચ વર્ષથી વાંકાનેર વિસ્તારમાં વડ બાદી પરિવારનું સંગઠન કાર્યરત છે જે રમઝાન માસ દરમિયાન માત્ર પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવતી જકાત સહિતની રકમ એકત્ર કરીને તેનો પરિવારના તેમજ સમાજના હિતમાં ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જ આ સંગઠન સમગ્ર વાંકાનેર મોમીન સમાજના નાગરિકો માટે સંકટ સમયે ગંભીર બીમારીઓમાં આર્થિક સહયોગ આપી સમાજને મદદરૂપ બને છે…

ગઇકાલે યોજાયેલ સંગઠનની આ મીટીંગમાં આગામી દિવસોમાં સમાજને જરૂરી-ઉપયોગી અનેક મુદ્દે ચર્ચા-વિચારણા અને આયોજન કરવામાં આવ્યા હતા, જેની અમલવારી પણ ટૂંક સમયમાં વડ બાદી પરિવારના કારોબારી સભ્યો દ્વારા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. મીટીંગને અંતે આભારવિધી અલીભાઈ બાદી(મહિકા) દ્વારા કરવામાં આવી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

 

error: Content is protected !!