આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે વાંકાનેર નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે સોમવારે જાહેરનામુ બહાર પાડવામાં આવશે. વાંકાનેર વિસ્તારમાં આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ સાથોસાથ આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવતા ચુંટણી રસપ્રદ બનશે…
વાંકાનેર નગરપાલિકામાં સમાવિષ્ટ કુલ સાત વોર્ડની 28 સીટો માટે, વાંકાનેર તાલુકા પંચાયતની 24 સીટ માટે અને મોરબી જિલ્લા પંચાયત હેઠળ વાંકાનેર તાલુકામાં સમાવિષ્ટ કુલ 6 જીલ્લા પંચાયતની સીટો માટે ચુંટણી જંગ ખેલાશે. આ તમામ સીટો પર ચુંટણી માટે જાહેરનામુ આગામી સોમવારે તા. 08/02/21 ના રોજ પ્રસિધ્ધ થશે…
ચક્રવાત સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી આંકલન….
વાંકાનેર નગરપાલિકા માટે અગાઉની ટર્મ માટે સત્તાધારી અને મજબૂત ભાજપ સામે કોંગ્રેસ સાથોસાથ આમ આદમી પાર્ટી મજબૂત ટક્કર આપશે. આવી જ રીતે વાંકાનેર તાલુકા પંચાયત અને મોરબી જિલ્લા પંચાયત હેઠળની વાંકાનેર તાલુકાની છ સીટો માટે અગાઉ સત્તાધારી અને હોટ ફેવરિટ કોંગ્રેસને ભાજપ ટક્કર આપશે
જ્યારે આમ આદમી પાર્ટીએ પણ આ તમામ સીટો પર ચુંટણી લડવાની જાહેરાત કરતા ચુંટણી રસપ્રદ બની રહેશે. હવે જોવાનું એ રહ્યું કે વાંકાનેર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દર વખતેની માફક ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ રહેશે કે પછી આમ આદમી પાર્ટી પણ આ ચુંટણી ચિત્રમાં છાપ છોડશે…!
• સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ •
👉🏻 જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ : 8 ફેબ્રુઆરી
👉🏻 ઉમેદવારી પત્રો ભરવા માટેની તારીખ : 13 ફેબ્રુઆરી
👉🏻 ઉમેદવારી પત્રો ચકાસણી માટેની તારીખ : 15 ફેબ્રુઆરી
👉🏻 ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ : 16 ફેબ્રુઆરી
👉🏻 મતદાનની તારીખ : 28 ફેબ્રુઆરી
👉🏻 પુનઃ મતદાનની તારીખ ( જરૂર હોઈ તો) : 1 માર્ચ
👉🏻 મતગણતરીની તારીખ : 2 માર્ચ
👉🏻 ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ : 5 માર્ચ
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi