વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ અને શરદી-ફ્લૂ-તાવના કેસની સંખ્યા વધી રહી છે જેમાં છેલ્લા દસ દિવસથી સ્થિતિ અંત્યત ગંભીર જણાતા વાંકાનેર રિટેલ કરિયાણા એસોસિયેશન દ્વારા આજથી અડધા દિવસના સ્વેચ્છિક લોકડાઉનમાં જોડાવાની જાહેરાત કરી છે….

વાંકાનેર રિટેલ કરિયાણા એસોસિયેશન દ્વારા કોરોના મહામારી અને વાંકાનેર વિસ્તારમાં સતત વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી આજથી શહેરના તમામ કરિયાણા વેપારીઓ પોતાની દુકાનો સવારે ૮ વાગ્યાથી ૩ વાગ્યા સુધી જ ખુલી રાખશે અને બપોરે ત્રણ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખી અડધા દિવસના સ્વેચ્છિક લોકડાઉનમાં જોડાશે…

બાબતે વાંકાનેર રિટેલ કરિયાણા એસોસિયેશનના પ્રમુખ વિનુભાઇ કોટક અને મહામંત્રી લલિતભાઈ ભિંડોરા દ્વારા તમાંમ વેપારીઓની એક મિટીંગ બોલાવી વાંકાનેર વિસ્તારમાં વધતા જતા કોરોના કેસ સંદર્ભે આ નિર્ણય સર્વાનુમતે લેવાયો હોવાનું જણાવ્યું હતું…

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ વાંકાનેર એગ્રીકલ્ચરલ સીડ્સ & પેસ્ટીસાઈડ્સ એસોસિયેશન દ્વારા પણ અડધા દિવસના સ્વેચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ આજે આ સ્વેચ્છીક બંધમાં વાંકાનેર કરિયાણા એસોસિયેશન પણ જોડાયું છે અને અન્ય વેપારીઓ એસોસિયેશનોને પણ બપોર બાદ સ્વેચ્છિક બંધમાં જોડાવા માટે અપીલ કરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!