વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી આજે સાંજના સમયે એક અજાણ્યા પુરૂષની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકની ઓળખ તથા બનાવની ઉંડી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આજે સાંજના સમયે એક અજાણ્યા પુરૂષનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં હાલ મૃતદેહની પી.એમ. વીધી ચાલી રહી છે...
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઉંમર 35-40 વર્ષ હોય જેની તેની ઓળખ હજુ સુધી બહાર આવી નથી. તેમજ આ યુવાનની હત્યા માથાના પાછળના ભાગે કોઈ બોથળ પદાર્થ કે પથ્થરના ઘા મારી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવ અનુસંધાને હાલ પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જે બાદ જ બનવના ખરા કારણ વિશે સ્પષ્ટતા થશે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA